❤ મહાનુભાવ પંથના સ્થાપક શ્રી ચક્રધર સ્વામી અવતાર દિવસની શુભ કામનાઓ❤
મહાનુભાવ પંથ/સંપ્રદાય મુજબ શ્રી ચક્રધર સ્વામી- શ્રીકૃષ્ણ ભગવાનના પાંચમા અવતાર પૈકી ત્રીજા કલયુગી અવતાર છે. શ્રી ચક્રપાણી મહારાજ કે જેઓ મહનુભાવ પંથના ત્રીજા અવતાર માનવામાં આવે છે તેમણે દ્વારકામાં આવેલ પાતાળ ગુંફામાં દેહ ત્યાગ કર્યા બાદ ભરૂચના પ્રધાન વિશાલદેવના પુત્ર હરીપાળના દેહાંત શરીરમાં પરકાયા પ્રવેશ કરીને શ્રી ચક્રધર સ્વામીનો અવતાર ધારણ કર્યો હતો.
મરાઠી ભાષાના આદ્ય ગ્રંથ "લીલા ચરિત્ર"ના અનુસાર મહાનુભાવ પંથ/સંપ્રદાયની સ્થાપના ઇ.સ. 12 મી સદીમાં શ્રી ચક્રધર સ્વામીએ કરી હતી. આજે તેમના જન્મના 800 કરતાં વધારે વર્ષો વીતી ગયા છે પણ તેમણે જે સમાજને બ્રહ્મવિદ્યા જ્ઞાન આપ્યું છે તે આજ સુધી પરમેશ્વર ભક્તિનો આધાર સમાન સાબિત થઈ રહ્યું છે. તેમણે તે સમયમાં ચાલી રહેલા સ્ત્રી-પુરુષનો ભેદભાવ, જાતિ ભેદભાવ, સ્પૃશ્યમ-અસ્પૃશ્યમ અમીર-ગરીબી વગેરે અસમાનતા દૂર કરી સમાજને સત્ય, અહિંસા તેમજ એકનિષ્ઠ પરમેશ્વર ભક્તિની મહિમા દર્શાવી. કલિયુગમાં તેમણે જીવોનો ઉદ્ધાર કરવાનું વ્યસન સ્વીકાર્યું. ભાગ્યવંત જીવોને પ્રેમ દાન આપ્યું. આ કલયુગમાં પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતે કરવી તેનું જ્ઞાન આપ્યું તેમજ જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો. તેમના જીવન ચરિત્ર વિશે વધારે માહિતી મહાનુભાવ પંથ દ્વારા રચાયેલ લીલાચરિત્ર ગ્રંથમાંથી મળી આવે છે. તો આ શુભ પ્રસંગે સર્વ મહાનુભંથના અનુયાયીઓ તેમજ તમામ ઈશ્વર ભક્તોને "શ્રી ચક્રધર સ્વામી અવતાર દિવસ"ની ખુબ ખુબ શુભકામનાઓ
No comments:
Post a Comment