Shri Datt Avtar Din Mahotsav 2022
One of the Official group of Gujarat and DNH Mahanubhav's. Dharmik seva and Unity of local mahanubhav
Monday, 28 November 2022
Monday, 5 September 2022
Shri Chakradhar 800th Janm Shatabdi Mahotsav 2022 & Akhil Bhartiya Mahanubhav Sanmelan Nashik
Monday, 29 August 2022
Thursday, 28 July 2022
Founder of The Group Mahanubhav Seva Samity Yuva (મહાનુભાવ સેવા સમિતિ યુવા ગ્રુપના સ્થાપક)
Founder of The Group Mahanubhav Seva Samity Yuva/મહાનુભાવ સેવા સમિતિ યુવા ગ્રુપના સ્થાપક
મહાનુભાવ સેવા સમિતિ યુવા ગ્રુપની રચના ૨૧મી સદીમાં ઈ.સ. ૨૦૧૪માં ૨૩ સપ્ટેમ્બર રવિવારના રોજ કરજુન, કપરાડા ગામના ઈશ્વર ભક્ત એન્જીનીયર સુરેશભાઈ લાછુભાઈ રાઉત દ્વારા સર્વજ્ઞ વિહાર, મહાનુભાવ પંથ શ્રી કૃષ્ણ જ્ઞાન મંદિર કપરાડા ખાતે કલિયુગના પરમેશ્વર શ્રી ચક્રધર સ્વામીને વિડા સમપર્ણ કરીને કરવામાં આવી હતી. તે વખતે આ મંદિરના સંચાલક પ.પુ.પ.મ શ્રીશિવરાજબાબા અંકુળનેરકર હતાં. તેમની ઉપસ્તિથી ઉપરાંત નીચે દર્શાવેલ ઈશ્વર ભક્તો પણ હાજર રહ્યા હતાં. આ રીતે યુવા ગ્રુપના સ્થાપક તરીકે એન્જીનીયર સુરેશભાઈ રાઉતને ઓળખવામાં આવે છે.
હાજર ઈશ્વર ભક્તો:-
૧. શ્રી સુરેશભાઈ એલ. રાઉત
૨. શ્રી કેશુભાઈ પી. નીકુલીયા
૩. શ્રી સુરેશભાઈ ડી. ઘુટીયા
૪. શ્રી નટુભાઈ આર. ખરપડીયા
૫. શ્રી ગોપજીભાઈ બી. કોન્તી
૬. શ્રી જાનુંભાઈ કે. પવાર
૭. શ્રી રસિકભાઈ ડી. ઘટકા
આ ગ્રુપની આયોજિત કોઈ એક ધર્મસભામાં ગ્રુપની સ્થાપના વિશે સ્થાપક કહે છે કે, આશરે ૭૦ વર્ષથી મહાનુભાવ પંથ આ વિસ્તારમાં ધર્મ કાર્ય કરી રહ્યું છે તેમાં વલસાડ શહેરમાં પણ અમુક અંશે મહાનુભાવ પંથના અનુયાયી અથવા નામધારકો (વાસનિકો) ની સંખ્યા છે. તેમાં સૌથી વધારે આદિવાસી વિસ્તાર કપરાડા તાલુકામાં અનુસુચિત જનજાતિઓમાં આ સંપ્રદાયનું વર્ચસ્વ (પ્રભુત્વ) છે, તો મને થયું કે આટલા વર્ષોથી આ વિસ્તારમાં ધર્મનું કાર્ય તેમજ ઈશ્વર ભક્તિ થઈ રહી છે તેમ છતાં કોઈ ધર્મના અનુયાયીઓમાં પ્રગતિ દેખાઈ રહ્યી નથી. જયારે આજથી ૫૦ વર્ષ પહેલા કૈવલ્યવાસી પ.પુ.પ.શ્રી અનંતરાજ બાબા આ વિસ્તારમાં ધર્મ જાગૃતિ તેમજ પ્રચાર પ્રસાર કરતા હતાં તે વખતનો જે પ્રગતિ,માન-સન્માન, નીતિનિયમોનું પાલન અને જે શ્રધ્ધા હતી તે અત્યારે ધીમે ધીમે કીડીના પગલે ચાલી રહી હોય એમ માનો જાણે કે પૂર્ણ વિરામ મુકાયું હોય. તો મને વિચાર થયો કે ચાલો કંઇક મોટું અને નવું કરીએ જેનાથી ધર્મ કાર્યમાં થોડીક મદદ, સેવા, પ્રગતિ, ધર્મ પ્રચાર-પ્રસાર,જ્ઞાન પ્રાપ્તિ, ધર્મનું રક્ષણ, સાધુ સંતોની સેવા, મંદિરોનું સંચાલન વગેરે સારી રીતે થઇ શકે.
શરૂઆતમાં આ આ ગ્રુપની રચના કરવા માટે મેં ૨૦૧૨ થી શરૂઆત કરી. મારા પાસે સોસીયલ મીડિયાની આવડત હતી એટલે મેં તેનો ભરપુર ઉપયોગ કરી ફેસબુક, ટ્વીટર પર મારા દોસ્તો જે મને લાગતાં હતાં કે કદાચ આ મહાનુભાવ પંથીય હશે અને કદાચ ધર્મ કાર્યમાં રસ ધરાવશે તેઓને સંપર્ક કર્યા અને આ કાર્ય લગભગ ૦૨ વર્ષ દરમ્યાન ચાલુ રાખ્યું હતું. તેમણે જોડવાનું સતત પ્રયત્ન કરતો. આ રીતે મેં મારા ફેસબુક એકાઉન્ટમાં મેં એક ગ્રુપ તૈયાર કર્યું. ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ અને આખરે મેં આ તમામ ગ્રુપ સદસ્યોને રૂબરૂ ચર્ચા માટે આમંત્રણ આપતો રહતો પણ શરૂમાં એક બે વખત કોઈ હાજર ના હોવાને કારણે ચર્ચા મિટિંગ નિષ્ફળ ગઈ. છતાં મેં હાર ન માની અને આ કાર્ય ચાલુ રાખ્યું અને છેવટે મારી ચર્ચા ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૪, રવિવાર ના રોજ સફળ થઇ.
ઉપરના શબ્દો પરથી આપને જાણવા મળે છે કે ગ્રુપના સ્થાપક એન્જીનીયર સુરેશભાઈ રાઉત છે જેમને ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું અને આજે મોટી સંખ્યામાં આપને સૌ ગ્રુપના સદસ્યો તરીકે કાર્ય કરી રહ્યા છીએ. તો આ કામ સરળ નહોતું પણ જો પરમેશ્વર કોઈ ધર્મ કાર્ય કરાવવા માંગે તો તેઓ કોઈને પણ નિમિત્ત બનાવીને કામ કરાવી લઇ છે. આપને તો માત્ર નિમિત્ત છીએ, બાકી બધું કર્તા-હર્તા સૃષ્ટિના સંચાલક તો કૃપાળુ, માયાળુ, દયાળુ પરમેશ્વર જ છે. તો આ રીતે ગ્રુપની રચના કર્યા પછી તો એની જાતે જ સંખ્યામાં વધારો થતો રહ્યો. અને આજે આપણે સૌ ગ્રુપનું સામર્થ્ય જાણીએ છીએ. અંતમાં સ્થાપકનો ખુબ ખુબ આભાર માનીએ છીએ અને આપ સૌને સાદર દંડવત પ્રણામ, **બોલો શ્રી ચક્રધર સ્વામી કી જય**